નોંધ : જેઓને કુટુંબની વાર્ષિક આવક રૂપિયા
૩ લાખ કરતાં વધુ હશે તે કુટુંબ વાળા અરજી કરી શકશે નહીં.
અરજદારે વાર્ષિક આવક નું પ્રમાણપત્ર અરજી કરેલ હોય તે
નાણાકીય વર્ષનો અથવા ફાળવણી પત્ર અપાયેલ હોય તે નાણાકીય વર્ષ
નું રજૂ કરવાનું રહેશે.
Note :Those with
an annual family income of more than Rs 3 lakh will not be
able to apply with the family.The applicant will have to
submit the certificate of annual income for the financial
year in which he has applied or for the financial year in
which the allotment letter has been issued.
(૧) અરજદારના કુટુંબની નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ (તા.૦૧/૦૪/૨૨
થી ૩૧/૦૩/૨૩ સુધી) મહત્તમ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/-(અંકે
રૂપિયા ત્રણ લાખ પુરા) પુરા) ની મર્યાદામાં હોવી જોઇએ (આવક
અંગે મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી / સક્ષમ સરકારી
અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના
ઇન્કમટેક્ષના રીટર્ન ની ખરી નકલ સ્કેન કરી અપલોડ કરવી) આવકના
હેતુ માટે “કુટુંબમાં” અપરણિત/વિધવા/વિધુર હોયતો અરજદાર
અન્યથા પરણિત હોવાના કિસ્સામાં પતિ, પત્ની તથા સગીર બાળકોનો
સમાવેશ થાય છે. કુંટુંબદીઠ એક જ અરજી કરવાની રહેશે.
(૨) સંયુક્ત નામે અરજી કરી શકાશે નહી. કોઈપણ
સંસ્થા/પેઢી/ટ્રસ્ટ/HUF કે કંપનીના નામે અરજી કરી શકાશે નહી.
વ્યક્તિદીઠ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકાશે તથા એક
કુટુંબ એક જ આવાસ મેળવવા હકદાર રહેશે. ભારતનો નાગરીક હોય અને
કમાતો પુખ્તવયનો પરીણિત કે અપરીણિત વ્યક્તિ અલગ કુટુંબ તરીકે
ગણી શકાશે.
(૩) અરજદાર અને તેના કુટુંબના
સભ્યની તમામ વિગત અરજીપત્રક માં દર્શાવેલ હશે, તેને કાયમ
ગણવામાં આવશે. તેમાં કાયદાકીય અધિકૃતતા સિવાયનો કોઇ પણ
પ્રકારનો ફેરફાર માન્ય રાખવામાં આવશે નહીં. જે કિસ્સામાં
પતિ-પત્નીના છૂટાછેડા થયેલ હોયતો તે સંદર્ભે નામ. કોર્ટનો
હુકમ ફરજીયાત રજુ કરવાનો રહેશે અન્યથા અરજી/આવાસની ફાળવણી
આપોઆપ રદ ગણાશે.
(૪) ઓનલાઇન અરજી કરતા
સમયે અરજીપત્રકમાં જરૂરી એવા તમામ પુરાવા અપલોડ કરવાના
રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ કોઇ પણ તબક્કે અરજદાર આ
અરજી સંબધે કોઇ પુરાવા રજુ કરી શકશે નહિ. અરજી સ્વીકાર કે
અસ્વીકાર બાબતે તથા અન્ય શરતો અથવા તો પ્રક્રિયા બાબતે વિવાદ
થવાના કિસ્સામાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી, અમદાવાદ શહેરી
વિકાસ સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે. જે બંધનકર્તા રહેશે.
(૫) આરક્ષણ કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની
જાતિ અંગેની સાચી વિગત કાળજીપૂર્વક ભરવી. અપલોડ કરેલ જાતિ
પ્રમાણપત્ર મુજબ કેટેગરી માન્ય ગણવામાં આવશે. ઓનલાઈન અરજી
ફોર્મમાં જાતિના પ્રમાણપત્ર નંબર અવશ્ય લખવાનો રહેશે.
(૬) આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા નીચે મુજબ
આરક્ષણ ફાળવવામાં આવેલ છે. કેટેગરી અંગેનું પ્રમાણપત્ર
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) મંગાવે ત્યારે અસલ જાતી
અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું/દર્શાવવાનુ રહેશે. જાતિ અંગે
અપલોડ કરેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. જાતિની ખોટી
રીતે ટીક માર્ક કરેલ કિસ્સામાં અપલોડ કરવામાં આવેલ જાતિ
પ્રમાણપત્ર જ ધ્યાને લેવામાં આવશે. અથવા જો જાતિ અંગેનું
પ્રમાણપત્ર અપલોડ કરવામાં નહી આવે તો તેવી અરજીફોર્મને જનરલ
કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. જાતિ અંગેનુ પ્રમાણપત્ર
અરજી કરનાર અરજદારનું જ માન્ય ગણાશે.
કેટેગરી |
ટકાવારી |
પ્રમાણપત્ર |
ડીફેન્સ |
૧૦% |
સેક્રેટરી, જીલ્લા સૈનિક બોર્ડ/જીલ્લા સૈનિક
કલ્યાણ કચેરી/જીલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ
દ્વ્રારા અપાયેલુ પ્રમાણપત્ર |
અનુસૂચિત જાતિ |
૭% |
નિયત થયેલ ગુજરાત રાજ્યના સક્ષમ
સરકારી અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર |
અનુસૂચિત જનજાતિ |
૧૪% |
સામાજિક અને આર્થિક રીતે પછાત |
૧૦% |
દિવ્યાંગજનો/શારીરિક ખોડખાંપણ |
૫% |
સિવિલ સર્જન દ્વારા અપાયેલ પ્રમાણપત્ર |
(૭) આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેના
કવોટા અન્ય કેટેગરીમાં તબદીલ થશે અને તેમાં પણ અરજીઓ ન આવે
તો તેવો ખાલી રહેતા કવોટા જનરલ કેટેગરીમાં તબદીલ કરાશે. આ
બાબતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) નો નિર્ણય આખરી
ગણાશે. અને બંધન કર્તા રહેશે અને માન્ય રાખવાનો રહેશે.
અરજદાર પતિ અથવા પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કિસ્સામાં
જેના નામે ઓનલાઈન અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો
પૂરાવો માન્ય રાખવામાં આવશે.
(૮) સદરહું
આવાસની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત
કરવામાં આવતી હોઈ, તે પૈકી PMAY માર્ગદર્શિકાના ચાર ઘટક જેવા
કે AHP (એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ), BLC (બેનીફીશીયરી લીડ
કન્સ્ટ્રકશન), CLSS (ક્રેડીટ લીન્ક સબસીડી), ISSR (ઈન સીટુ
સ્લમ રીહેબીલીટેશન) માંથી એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર છે.
ઉપરોક્ત ચાર ઘટક પૈકી કોઈપણ ઘટકમાં જો લાભ મેળવેલ હશે તો
અરજીફોર્મ/ફાળવેલ આવાસ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)
દ્વ્રારા રદ કરી ભરેલ રકમ જપ્ત કરવા સુધીની કાર્યવાહી
કરવામાં આવશે.
(૯) કોમ્યુટરાઇઝડ ડ્રોથી
આવાસની ફાળવણી/કબજો સોંપવામાં આવે તે દરમિયાન અરજદાર
દ્વ્રારા સ્વવિનંતિથી આવાસની ફાળવણી રદ કરવા અરજી કરવામાં
આવેતો નોંધણી ફી રૂ.૭,૫૦૦/- (અંકે સાત હજાર પાંચસો રૂપિયા
પુરા) માંથી સત્તામંડળનો વહીવટી ખર્ચ રૂ.૩૫૦૦/- (અંકે રૂપિયા
ત્રણ હજાર પાંચસો પુરા) કાપી લઇ ને બાકીના રૂ.૪૦૦૦/- (અંકે
ચાર હજાર રૂપિયા પુરા) તથા ભરેલ હપ્તાની રકમ વ્યાજ સિવાય પરત
ચુકવવામાં આવશે.
(૧૦) ફાળવણીદાર
લાભાર્થીની તથા વારસદાર/કુંટુંબના સભ્યોની બાયોમેટ્રીક
રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયેથી આવાસનો કબજો સોંપવામાં
આવશે.
(૧૧) આવાસ પેટે નક્કી થયેલ કિંમત/રકમ નિયત સમયમાં ભરપાઇ થયા બાદ જ અરજદારને આવાસ નો કબજો સોંપવામાં આવશે. આવાસનો કબજો લેતા પહેલા ફાળવેલ ફલેટ/આવાસ જોઈ લેવો. જો ફાળવેલ આવાસ/ફલેટ પસંદ ન આવે તો દિન- ૧૫ (પંદર) સુધીમાં લેખિત જાણ કરવી. તેમજ ભરેલ ડીપોઝીટ રૂ.૭૫૦૦/-માંથી સત્તામંડળનો વહીવટી ખર્ચ રૂ.૩૫૦૦/- ( અંકે રૂપિયા ત્રણ હજાર પાંચ્સો પુરા) કાપી લઇ ને બાકીના રૂ.૪૦૦૦/- (અંકે રૂપિયા ચાર હજાર પુરા) તથા
ભરેલ હપ્તાની રકમ વ્યાજ સિવાય પરત ચુકવવામાં આવશે. ઉપરોક્ત મુદત બાદ આપની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહી.
(૧૨)
આવાસની ફાળવણી પત્રમાં જણાવેલ હપ્તાની રકમ ભરવાની
સમયમર્યાદામાં વિલંબ થશેતો તે બાબતે સત્તામંડળ દ્વારા
આનુષાંગિક નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. બંધનકર્તા
રહેશે.
(૧૩) ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે
જો એક કરતાં વધુ વાર નાણાં જમા થાય તો તેવા કિસ્સામાં
અરજદારે પરત લેવા માટે ઔડા કચેરીમાં આધારપુરાવા સાથે સૂચવ્યા
મુજબની અરજી કરવાની રહેશે.
(૧૪)
લાભાર્થીનું અવસાન થાય તે સમયે નોમીની તરીકે નીમેલા
વ્યક્તિને મકાન ફાળવવામાં આવશે. આવા નોમીની કેસમાં જે નવુ
કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવકની મર્યાદા જળવાવી જોઈશે.
અન્યથા વધુ આવક મર્યાદાના કિસ્સામાં અરજીફોર્મ રદ કરી રકમ
પરત કરવામાં આવશે. ભરેલ ડીપોઝીટ પરત માંગવામાં આવશે તો સીધી
લીટીના વારસદારને ડિપોઝીટ વિના વ્યાજે પરત કરવામાં આવશે.
અરજદાર દ્વ્રારા વારસદાર તરીકે નિમણૂંક કરેલ વ્યક્તિ
અરજદારના મુત્યૃ થવાના પ્રસંગે ફાળવેલ આવાસ વારસદારના નામે
તબદીલ કરવા અથવા મળવા પાત્ર રકમ મેળવવા હક્કદાર થશે. તેમજ આ
આવાસ અંગેનું કોઈપણ પ્રકારનું માગણું/લ્હેણું ભરપાઈ કરવા
જવાબદાર રહેશે. (વારસદાર તરીકે માત્ર સીધીલીટીના વારસો રાખી
શકાશે જો સીધીલીટીના વારસો ન હોય તો જ આડીલીટીના કૌટુંબિક
સભ્યોની નિમણૂક કરી શકાશે. તે સિવાયના અન્યની નિમણૂક ગ્રાહ્ય
રાખવામાં આવશે નહી).
(૧૫) અરજદારને
સત્તામંડળ દ્વ્રારા નિર્માણ કરેલ કોઈપણ આવાસ યોજનામાં
કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પધ્ધતિથી કોઇપણ માળે આવાસ/મકાન
ફાળવવામાં આવશે. તે ફાળવેલ મકાન સિવાય અન્ય સ્થાને કે માળે
મકાન ટ્રાન્સફર કરી આપવાની કોઇ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે
નહી.
(૧૬) અરજદાર ડ્રો માં સફળ થાય તેથી
મકાન ફાળવણી અંગે એનો હક્ક થતો નથી પરંતુ ઔડા દ્વ્રારા
સૂચવ્યા મુજબ અધિકૃત નિયમાનુસાર આધાર પુરાવા રજુ કરવાના
રહેશે તથા સૂચવ્યા મુજબની જરૂરી રકમ/નાણાં આપેલ મુદ્દતમાં
ભરેલ હશે તો જ તેઓની અરજી મકાન ફાળવણી માટે વિચારણામાં
લેવામાં આવશે.
(૧૭) આવાસ મેળવનારે, વેરા
સહિતનો તમામ આનુષાંગિક ખર્ચ ભોગવવાનો રહેશે. સરકારે નિયત
કરેલ તમામ પ્રકારના વેરા/ચાર્જ તથા વીજળીના માસિક વપરાશના
ચાર્જીસ ભરવાના રહેશે. તેમજ આવાસના રજીસ્ટ્રેશન તથા નોંધણી
સંબંધિત તમામ ખર્ચ લાભાર્થીએ ભોગવાનો રહેશે. અન્ય કોઈ લીગલ
ચાર્જ ભરવાના થાય તો લાભાર્થીએ ભરવાના રહેશે.
(૧૮) અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્બારા આ આવાસો
માટે તૈયાર કરેલ રહેણાંક સંકુલમાં કોઇ પણ પ્રકારની ગંદકી ન
થાય, સ્વછતા જળવાય તે લાભાર્થીએ જોવાનું રહેશે તથા આ જગ્યાની
હરિયાળી સુરક્ષિત રાખવાની રહેશે.
(૧૯)
આવાસ લેનાર વ્યક્તિ આવાસોની ઉપર કે આસપાસ કોઇ પણ પ્રકારનું
હંગામી કે સ્થાયી બાંધકામ કરી શકશે નહીં. આ આવાસોના ઉપરના
માળે કોઇ પણ બાંધકામનો હક્ક અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
(ઔડા) પાસે અબાધિત રહેશે.
(૨૦) આવાસોની
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્બારા ફાળવણી કર્યા
બાદ આવાસો કે આવાસ સંકુલ કે તેના કોઇ ભાગને કુદરતી અથવા
કૃત્રિમ કારણોસર નુકશાન થાય તો તે અંગેની જવાબદારી ફલેટ ધારક
વ્યક્તિની રહેશે તથા આ અંગે સત્તામંડળ સામે કોઇ પણ જાતનો
નુકશાનનો હક્ક દાવો કરી શકાશે નહીં.
(૨૧)
આવાસ મેળવનારે વપરાશ પોતે જ કરવાનો રહેશે તે આ હક્ક કોઇ
અન્યને ૭ વર્ષ પહેલા ભાડે, વેચાણ કે અન્ય કોઇ રીતે તબદીલ કરી
શકશે નહીં. બંધિત સમયગાળા બાદ સત્તામંડળ દ્વારા નિયત કરેલ
પધ્ધતિનુસાર સત્તામંડળની મંજૂરી મેળવીને જ તબદીલી કરવાની
રહેશે. તે માટેનો સમયગાળો કબજો સંભાળ્યા ની તારીખથી ગણવામાં
આવશે.
(૨૨) આ મિલકતોના ફાળવણી કરાર
અંગેની કોઇપણ બોલી કે શરતોનો ભંગ થવાના કિસ્સામાં અથવા તો આ
મિલકતોનો કોઇપણ રીતે અનઅધિકૃત, ગેરવાજબી, ગેરકાયદેસર કે
વિવાદાસ્પદ ઉપયોગ થવાના કિસ્સામાં આવાસના ફાળવણીદાર અથવા
વેચાણ રાખનાર તેના કૃત્ય બદલ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
(૨૩) અરજદાર ભારતભરમાં ક્યાંય પણ માલિકીનું/પોતાના
નામે/કુટુંબની વ્યકિતનાં નામે આવાસ ધરાવતા નથી તે મતલબનું
ફોટોગ્રાફ સાથેનું સ્વ ઘોષણા (Self- Declaration) અપલોડ
કરવાનું રહેશે, રજૂ કરેલ વિગતો કોઈપણ તબક્કે ખોટી માલૂમ પડશે
તો આવાસની ફાળવણી રદ કરવામાં આવશે, તથા ડિપોઝીટ જપ્ત કરવામાં
આવશે.
(૨૪) અરજી સ્વીકાર કે અસ્વીકાર
બાબતે તથા અન્ય શરતો અથવા તો પ્રક્રિયા બાબતે વિવાદ થવાના
કિસ્સામાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી, અમદાવાદ શહેરી વિકાસ
સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે. જે અરજદારને બંધનકર્તા
રહેશે.
(૨૫) અમદાવાદ શહેરી વિકાસ
સત્તામંડળ (ઔડા) દ્વ્રારા પુરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની
સુવિધા માટેનો તમામ ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે.
(૨૬) લોન અપાવવા અંગેની કોઈ જ જવાબદારી અમદાવાદ
શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની રહેશે નહિં. ઔડા દ્વ્રારા
એમપેનલ કરવામાં આવનાર બેંકો પાસેથી લોન મેળવતી વખતે
ટ્રાઈપાર્ટી એગ્રીમેન્ટ કરવાનો રહેશે. આ સિવાયની બેંકો
પાસેથી લોન મેળવવા જરૂરી પુરાવા અમદાવાદ શહેરી વિકાસ
સત્તામંડળ (ઔડા) તરફથી અરજદારની માંગણીના અનુસંધાને નિયત
ચાર્જ લઈને પુરા પાડવામાં આવશે. લોનના તમામ કેસમાં લોન
મેળવવા માટે થતો તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.
(૨૭) અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની
ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. ઉંમર અંગે કોઈ
મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડાયાનું પ્રમાણપત્ર અથવા
જન્મનો દાખલો આખરી ગણાશે.
(૨૮) અરજદારે
અરજીપત્રકમાં સૂચવેલ કુલ-૬ (છ) વિકલ્પો પૈકી ૧ (એક) ફોટો
દર્શાવતો પુરાવો અને ૨ (બીજું) રહેઠાણનું સરનામું દર્શાવતા
(લાઈટબીલ અથવા ટેક્ષબીલ) એમ બંનેના પૂરાવા માટેની પ્રમાણિત
નકલ અપલોડ કરવી ફરજીયાત છે. (પતિ અને પત્ની, તેમજ વારસદારના
આધારકાર્ડ અવશ્ય અપલોડ કરવાના રહેશે.)
(૨૯) અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં તમામ સભ્યો દર્શાવેલ
હોય તેટલા જ સભ્યોના આધારકાર્ડ અપલોડ કરવાના રહેશે.
(૩૦) કોઈપણ યોજનામાં પઝેશન આપવાની પ્રકિયા ચાલુ
થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વ્રારા સંપૂર્ણ
નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે.(વેઈટીંગના
લાભાર્થીઓને લાગુ પડતું નથી)
(૩૧)
અરજદારે અરજીપત્રકમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર “ડ્રો” અંગેની
જાણકારી એસ.એમ.એસ.થી મોકલવામાં આવશે.
(૩૨) લાભાર્થીની કેટેગરીની ટકાવારી પ્રાયોરીટિ, ડ્રો, ફાળવણી
વગેરે અંગે સરકારશ્રીની વખતોવખતંની સુચના અનુસાર જે કોઈ હુકમ
થયેલ હોય કે કરવામાં આવે તો તે અંગેનો ફેરફાર ઔડા કરી શકશે.
તે અંગે મુખ્ય કારોબારી અધિકારીશ્રી/ઔડાનો નિર્ણય આખરી અને
બંધનકર્તા રહેશે.
(૩૩) આ યોજના અંતર્ગત
કોઇ પણ વિસંગતતા ઉપસ્થિત થશે તો તે બાબતે મુખ્ય કારોબારી
અધિકારીશ્રી/ઔડાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
(૩૪) આવાસની કિંમત ખૂબ નજીવી હોય, આવાસ જે
પરિસ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ફાળવણી કરવામાં આવશે. તે
ફાળવણ્રીદારે પોતાના સ્વ ખર્ચે રીપેરીંગ કામ કરાવવાનું
રહેશે.
(૩૫) રાજ્ય સરકારની વખતો વખતની
સુચના તેમજ નિકાલના નીતિનિયમો ધ્યાને લઇને આવાસની ફાળવણી
કરવામાં આવશે. ફાળવણી નિતિનિયમો, ધોરણો વિગેરે સંપૂર્ણપણે
સત્તામંડળના નિર્ણયને આધીન રહેશે. સત્તામંડળનો નિર્ણય આખરી
ગણાશે જે માન્ય રાખવાનો રહેશે. તદ્દઉપરાંત અમદાવાદ શહેરી
વિકાસ સત્તામંડળ ઉપરોક્ત શરતોમાં ફેરફાર, સુધારો કે ઉમેરણ
કરે તે તથા નવી અન્ય જે કોઈ શરતો નક્કી કરે તે શરતોનું પાલન
કરવાનું રહેશે અને તે અરજદારને બંધનકર્તા રહેશે.
(૩૬) કોઈપણ લીટીગેશન અંગેનું ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે.