DABAN BRANCH અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની ૨૯૨ મી બોર્ડ બેઠક તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ સમય: ૧૩-૦૦ કલાકે મળેલ તેની અમલવારી. મુદા્ નં. ઠરાવ ક્રમાંક વિષય ઠરાવની વિગત અમલીકરણ ૧૧ ૧૦૮(૨૦૨૨-૨૩) અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં દબાણમાં જપ્ત કરેલ માલ- સામાન છોડાવવા માટે દંડની રકમ નક્કી કરવા બાબત. બોર્ડમાં થયેલ વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે સત્તામંડળ દ્વારા જપ્ત કરેલ માલ-સામાન પરત આપવા માટે સામેલ પત્રક મુજબ દંડની રકમના દરો વસુલ કરવા મંજૂરી આપવામાં આવી. તેમજ તે અંગેની શરતો/બોલીઓ નક્કી કરવા તથા તમામ આનુષાંગિક કાર્યવાહી કરવાની સત્તા સત્તામંડળના માન.ચેરમેનશ્રી/ માન.મુખ્ય કારોબારી અધિકારીશ્રીને આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. જે અન્વયે સામેલ પત્રક મુજબની દંડની રકમના દરો વસુલવા આ સાથેના એનેક્ષર- C મુજબની શરતો/બોલીઓ નક્કી કરવામાં આવે છે. તે મુજબની દંડ વસુલ લેવાની તથા જપ્ત માલસામાન પરત કરવાની કામગીરી એસ્ટેટ શાખાએ કરવાની રહેશે. થયેલ ઠરાવ અનુસંધાને સત્તામંડળ વિસ્તારમાં દબાણમાં જપ્ત કરેલ માલ- સામાન છોડાવવા માટે દંડની રકમ વસુલ કરી પરત આપવા માટેની કાર્યવાહી ચાલુ છે.